Monday, April 2, 2018


નદીનો ભાસ...

છે નદીનો ભાસ, કૈં ખળખળ નથી,
સૂર્યને કર બાદ, તો ઝળહળ નથી.
મન મળે જો, તો પછી પ્રશ્નજ નથી,
મન વગર બે જણ મળે, પોકળ નથી ?
કેટલાં વરસો પછી સમજણ મળી,
હું અને તું, કૈં પછી આગળ નથી.
પારકા પડતા ઉપર પાટું કરે..
ઘાવ, કો' અંગત કરે, એ છળ નથી ?
મન કહે છે, જ્યોત આ ઝાંખી થઈ,
શગ સંકોરો, આપણાં અંજળ નથી.
--વૈશાલી પટેલ ‘તન્હા’


Monday, October 1, 2012

મને યાદ છે.. તને યાદ છે?

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?
પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
- અંકિત ત્રિવેદી

Monday, September 12, 2011

ગઝલ

આ જગત અમને ઝુકાવે વાતમાં કઇ દમ નથી,

પણ હ્રદયના મામલે હારી જતાં નાનમ નથી
.
સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,

... ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,

હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.

આ બધા પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,

માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.

બસ તમે નક્કી કરી લ્યો ઝૂલવું કે ઝૂરવું?

એકપણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.
 ગૌરાંગ ઠાકર

Sunday, May 15, 2011

ઉડી ગયા છો આપ જ્યારથી કોઇ ઉંચે આકાશ....

ફરી ક્યારેક મારે ગામ આવજો, રે પરદેશી પંખીડા!
સાથે સ્મરણો બે-ચાર લાવજો, રે પરદેશી પંખીડા!
એ માળામાં હવે કોઈ કિલ્લોલ ગુંજતો નથી અહીં,
મીઠા ટહુકા એમાં રેલાવજો, રે પરદેશી પંખીડા!

ઉડી ગયા છો આપ જ્યારથી કોઇ ઉંચે આકાશ,
રડે છે કોઇ ત્યારથી યાદ એ રાખજો, રે પરદેશી પંખીડા!

ઉડો ભલે પાંખો પ્રસારી, સાતમે આશમાન તમે,
ક્યારેક આ ડાળીએ નજર નાખજો, રે પરદેશી પંખીડા!

વંટોળીયો આવશે ‘ને પિંખાઈ જશે આ માળો ‘આરઝુ’
જો! જો! તમે મોડા ના પડજો! રે પરદેશી પંખીડા!
-રાજેશ 'આરઝુ'

Tuesday, May 3, 2011

માલૂમ હૈ મુઝે, તુમ્હારી પસંદ મેં નહીં, કોઇ ઓર હૈ

આજ મૌસમમે હલકી સી મહક  
ઔર શાયરાના શોર હૈ

લગતા હૈ, 
 તેરી ગલિંયો સે ગુજરતી હુઇ હવાઓંકા રૂખ 
 હમારી ઓર હૈ 
માલૂમ હૈ મુઝે,  
તુમ્હારી પસંદ મેં નહીં,  
કોઇ ઓર હૈ 
હાથોમેં મેરે સિર્ફ,  
કટી હુઇ પતંગ કી દોર હૈ 
ઇતના કાફી હૈ મેરે લિએ કી,
આસમાનમેં બાદલ 
 છાયે હુએ ઘનઘોર હૈ 
લગતા હૈ, 
તેરી ગલિંયો સે ગુજરતી હુઇ હવાઓંકા રૂખ 
 હમારી ઓર હૈ
આજ યે ફૂલોંકી ગરદન ઝૂકી હુઇ ક્યોં હૈ ?
સારે ગૂલ  ચમનકે શર્મસે  પાની પાની ક્યું હૈ ?
તેરે હુશ્ન કી ચર્ચામેં યે ભંવરે મશગૂલ ક્યું હૈ ?
 લગતા હૈ,
તેરી ગલિંયો સે ગુજરતી હુઇ હવાઓંકા
રૂખ ચમનકી  ઓર હૈ


અશ્વિન ચૌધરી વિનાયક 10/12/2010

Saturday, April 16, 2011

મને યાદ છે.. તને યાદ છે?

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?
પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?
- અંકિત ત્રિવેદી

Thursday, April 14, 2011

કદી તો તું અમી નજર મારા તરફ કરીશ.

તું મને પ્રેમ કરે કે ના કરે હું તો તને કરીશ,

તું મારી પર મરે કે ના મરે હું તો મરીશ.



ડર, સંકોચ કે ગભરાટ છે તારી માન્યતા,

હું તો ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરીશ.
 
-દિયું ત્રિવેદી


દિલને આમ દુભાવવાથી કઈ નહી મળે,

હું તને મનાવવાની સતત કોશિશ કરીશ.



હું ક્યાં કઈ માગું છુ તારી પાસેથી કદી ,

કદી તો તું અમી નજર મારા તરફ કરીશ.



જીવનભર સાથ નિભાવવાનું નથી કહેતો,

પણ મારું જીવન તો તને ન્યોછાવર કરીશ.



દયા દાનથી તારો પ્રેમ નથી જોઈતો મારે,

મારા પ્રેમમાં દમ હશે તો તું પણ મનેપ્રેમ કરીશ.......