Monday, September 12, 2011

ગઝલ

આ જગત અમને ઝુકાવે વાતમાં કઇ દમ નથી,

પણ હ્રદયના મામલે હારી જતાં નાનમ નથી
.
સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,

... ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,

હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.

આ બધા પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,

માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.

બસ તમે નક્કી કરી લ્યો ઝૂલવું કે ઝૂરવું?

એકપણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.
 ગૌરાંગ ઠાકર